સ્વામીજીની અંતિમ વિદાય : સોખડામાં હરિપ્રસાદ સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર થશે , 5 પંડિતો દ્વારા અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરુ

સોખડા હરિધામ મંદિર પરિસરમાં લીમડા વન ખાતે આજે બપોરે 2 વાગ્યે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે . 5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી છે . સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવશે . જેમાં માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહેશે . હરિભકતોને પ્રવેશ નહીં અપાય , તેઓ ઓનલાઇન દર્શન કરી શકશે . અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે .
અંત્યેષ્ટી સંસ્કાર તીર્થજળ , ગુલાબ - કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે સોખડા મંદિરના ગુરૂપ્રસાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે , આજે સવારથી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી છે . અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવી રહી છે . જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત છે . અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ - કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવશે . ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાશે . સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે .
સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવી ચિતા પ્રજ્વલીત કરાશે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની આજે અંતિમવિધિ કરવામાં આવશે . જેમાં સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલીત કરાશે . જેના માટે લીમડા વનમાં અંતિમવિધિ માટે તૈયાર કરાયેલા 4 ફૂટના પ્લેટફોર્મ પર બહેનો દ્વારા લીપણ કરાયું હતું .
ગંગા , જમુના , ઘેલા , ઊંડ , સરયુ , નર્મદા , તાપીના જળથી સ્વામીના દિવ્ય વિગ્રહને અભિષેક કરાશે ભગવાન સ્વામિનારાયણે જે નદીઓમાં સ્નાન કરેલું છે તે તમામ નદી ગંગા , જમુના , ઘેલા , ઊંડ , સરયુ , નર્મદા , તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે . જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે . આ સાથે પંચ મહાભૂત પૃથ્વી , જળ , તેજ , વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન થશે .

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: