સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ને  કોરોના મહામારી સમયે સેવાકીય પ્રવૃત્તિઓ ને લઈ સિહોર શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા કરાયેલ સન્માન

" માનવ સેવા એજ પ્રભુ સેવા " "અને સેવા એજ પરમો ધર્મ "ને ચરિતાર્થ કરતું સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ સમાજ દ્વારા કોરોના કપરા કાળ સમયે કંસારા સમાજ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ રહ્યું હતું ત્યારે તે સમયના પ્રમુખ નલીનભાઇ પવાર દ્વારા તાત્કાલિક ઇમરજન્સી બેઠક ટ્રસ્ટ અને કારોબારી બેઠક બોલાવી હતી ત્યારે લોકડાઉન ના સમયે ધંધા રોજગાર બંધ અને ગરીબ મધ્યમ પરિવાર ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ યુદ્ધ ના ધોરણે આવા સમયે સમાજ દ્વારા જરૂરિયાતમંદો માટે કોઈ નાત જાત ધર્મ ના ભેદભાવ વગર "કીટ વિતરણ "કરવા માં આવેલ પરંતુ ચુસ્ત નિયમ પણ બનાવેલ કીટ વિતરણ સમયે કીટ આપતા કોઈ નો ફોટો પાડવો નહિ અને અગાઉ થી જાણ કરી તેઓ ના ઘર સુધી કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ રોકડ સહાય પણ કરવા માં આવી હતી પણ.."ન જાણ્યું જાનકી નાથે.".......ખુદ સમાજ ના પ્રમુખ શ્રી નલીનભાઇ પવાર કોરોના ના ઝપટે ચડી ગયા અને ટૂંકા ગાળા માં જેઓ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦માં ઠાકોરજી ચરણ પામ્યા ત્યારે તેમની નજીક રહેલા સમાજ ના તે સમયે ઉપપ્રમુખ તરીકે રહેલા હરીશભાઈ પવાર ને માંદગી સમયે છેલ્લા શ્વાસ સુધી કહેલ સમાજ સેવા ચાલુ જ રાખજો હું પાછો આવું છું મને માત્ર તાવ આવે છે પણ તેને ક્યાં ખબર હતી કોરોના નામનો વાયરસ ભોગ લેશે પણ અંતિમ શ્વાસ સુધી "સમાજ ની ચિંતા વ્યક્ત કરતા કોઈ ને તકલીફ ન પડે ત્યાં સેવા ઓ ચાલુ જ રાખજો પૈસા ની કે કોઈ પણ જરૂરિયાત હોય તેની ચિંતા નહિ કરતા .....અંતિમ શબ્દો હરીશ પવાર ને કીધેલ અને ત્યાં સુધી સિહોર શ્રી મારું કંસારા સમાજ ના પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવી ની છે ત્યારે આ પિતા તુલ્ય અને ગુરુ શિષ્ય તરીકે કાયમ સાથે રહેતા હરીશ પવારે તેમના વચન ને સાર્થક કરી બતાવ્યું છે .જ્યારે કોરોના એ આંતક મચાવ્યો હતો ત્યારે માત્ર કંસારા બઝાર માં જે મોટી સંખ્યા માં દરેક સમાજ રહે છે ત્યારે આ બઝાર માં ૧૭૫ થી વધુ ....કોરોના પોઝિટિવ કેસ હતા ત્યારે આ મહામારી માં જીવના જોખમે સમાજ ના પ્રમુખ તરીકે ફરજ બજાવી લોકસેવા ના ઉતમ ઉદાહરણ સાથે તંત્ર સાથે સંકલન કરેલ જેમાં સિહોર નાયબ કલેકટર શ્રીરાજેશ ચૌહાણ.મામલતદાર શ્રી નિનામા,આરોગ્ય અધિકારીશ્રી જયેશ વંકાની,ચીફ ઓફિસર શ્રી બરાળ,દવે,મારકણા,પોલીસ અધિકારી શ્રી કે,ડી,ગોહિલ,સહિત ના ઓ સાથે સંકલન ના ભાગ રૂપે આખી કંસારા બઝાર ના બારોટ શેરી થી લઈ રામ વાડી સુધી પાલિકા ની મદદ થી સેનેટરાઈઝ નો મોટો ટાંકો લાવી છંટકાવ કરાવેલ,આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે તેમજ ડોકટર ની ટીમ દ્વારા નિદાન તેમજ ટેસ્ટ  કરાવ્યા અને દવા ઓ માટે ધનવંતરી રથ સ્થળ ઉપર જ દવાઓ આપવા માં આવી હતી ત્યારે સિહોર નાયબ કલેકટર શ્રી રાજેશ ચૌહાણ.અને પોલીસ અધિકારી શ્રી કે.ડી.ગોહિલ સાહેબ દ્વારા સૂચનો અને માર્ગદર્શન હેઠળ "લોકડાઉન " મુજબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.કર્ફ્યું જેવું વાતાવરણ ને લઈ કોઈ કોરોના માં વધુ ફેલાવો ન થાય તે માટે સી સી કેમેરા તેમજ ડ્રોન કેમેરા થી ચાંપતી નજર રાખવામાં આવી હતી આ સાથે તંત્ર ના માર્ગર્શનરૂપ સાથે શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ સમાજ દ્વારા કીટ વિતરણ , મિથેલીન બ્લ્યુ નું વિતરણ તેમજ વહેલી સવારે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ની વાડી ખાતે ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું  .  આ સાથે હર્ષ સાથે જણાવતા શિહોર શ્રી મારું કંસારા સમાજ ના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર તેમજ તેમની ટીમ દ્વારા તેમજ તંત્ર ના  જબરજસ્ત સંકલન ને લઈ જે કોરોના મુક્ત કંસારા બઝાર માં એક પણ પોઝિટિવ કેસ નથી ..અને સરકાર દ્વારા કોરોના મહામારી સામે સુરક્ષિત માટે વેક્સિન રસીકરણ માટે જબરજસ્ત કામગીરી કરી રહી હતી ત્યારે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ,સિહોર અર્બન હેલ્થ સેન્ટર ના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જયેશ વંકાનિ ના સહયોગ થી સમાજની વાડી ખાતે  ૪ થી વધુ રસીકરણ કેમ્પ યોજાયેલ જેમાં પણ વેક્સિન લેનાર માટે સમાજ દ્વારા સુવિધા ઓ સાથે બેઠકવ્યવસ્થા.પીવાની પાણી.ચા.કોફી.બિસ્કીટ તેમજ સિહોર અર્બન હેલ્થ ની આરોગ્ય ના અધિકારી ઓ તેમજ સ્ટાફ  અને પાલિકા ના અધિકારીઓ કર્મચારીઓ માટે ભોજન વ્યવસ્થાઓ કરવા માં આવેલ જે અંગે જિલ્લા ના વેક્સિન રસીકરણ નોડલ અધિકારી એવમ સિહોર નાયબ કલેકટર શ્રી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી,ટી.ડી.ઓશ્રી,ચીફ ઓફીસરશ્રી,પોલીસ અધિકારી શ્રી,તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભરતસિંહ ગોહિલ,પાલિકા પ્રમુખ વી ડી નકુમ,પાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા  સહિત તમામ રાજકીયપક્ષો ના પદાધિકારીઓ.અધિકારીઓ પણ વેક્સિન કેમ્પ માં ઉપસ્થિત રહ્યા હતાં, હાલ આ કંસારા બઝાર માં કોઈ નાત જાત ધર્મ વગર તમામ ને વેક્સિન રસીકરણ કરાવી ૧૦૦ ટકા કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે સમાજ ના પ્રમુખ તરીકે રહેલ સ્વ.નલીનભાઇ પવાર ની ઇચ્છાઓ પૂર્ણ કરી આ સેવાકીય પ્રવૃતિઓ ને વેગવંતુ બનાવી જેની નોંધ સિહોર શહેર યુવા ભાજપ મોર્ચો દ્વારા સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિઓ ની નોંધ લઈ સમાજ ના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર ,મંત્રી રાજેશભાઈ બુદ્ધદભટ્ટી.તેમજ મોરના ઈંડા ને ચીતરવા ન પડે તેમ સ્વ નલીનભાઇ પવાર ના સેવાકીય પ્રવુતિ તેમના વ્હાલસોયા પુત્ર માલવ ભાઈ પવાર પણ કરી રહ્યા છે ત્યારે સ્વ નલીનભાઇ પવાર ની  સેવાકીય પ્રવુતિ સાથે તેમની સ્મૃતિ  યાદગાર સાથે તેમની ઓફિસ આનંદ મેટલ ખાતે જ  સમાજ ના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર.મંત્રી રાજુભાઈ બુદ્ધભટ્ટી તેમજ સ્વ નલીનભાઇ પવાર ના પુત્ર માલવ ભાઈ પવાર ને સન્માનપત્ર સાથે સન્માનિત કરવા માં આવેલ...આ સાથે જણાવતા સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ને સરકારશ્રી દ્વારા" સ્વચ્છતા અભિયાન "અંતર્ગત સિહોર નગર પાલિકા દ્વારા પ્રથમ ક્રમે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ને મળેલ.અને હાલ સેવાકીય પ્રવુતિ માટે સિહોર શહેર ભાજપ દ્વારા સન્માન પત્ર સાથે સન્માનિત થતા  પદાધિકારીઓ.અધિકારી ઓનો સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર .તેમજ ટ્રસ્ટીશ્રીઓ. કારોબારી સભ્યો તેમજ સમાજ ના જ્ઞાતિજનો વતી આભાર વ્યક્ત કરું છું... 

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: