સ્ટેશનરી એસોસીયેશનની શાળામાં સ્ટેશનરીના વેચાણને અટકાવવાની રજૂઆતનો તંત્ર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ

થોડા સમય પહેલાં ભાવનગર ખાતે આવેલ સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાં વેપારીઓ અને ઉદ્યોગકારોના એસોસીયેશન દ્વારા શાળામાં થતાં સ્ટેશનરીના વેચાણને અટકાવવાં માટે એસોસિયેશન વતી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ આવેદન પત્રને આધારે જિલ્લા શિક્ષણાધિકારીને આ આવેદન મોકલવામાં આવ્યું હતું. અને આજરોજ જિલ્લા શિક્ષણાઘિકારીશ્રીએ આ આવેદન પત્રને ધ્યાને લઇને જિલ્લાની શાળાઓમાં સ્ટેશનરીનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવાં માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓને પરિપત્ર પાઠવીને જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરની જે-તે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાંથી જ સ્ટેશનરી ખરીદવાં ફરજ પાડવામાં આવતી હતી. જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતરમાં મોંઘી પડે છે. આ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓને નુકશાન જાય છે. વેપારીઓની રોજી- રોટી તેનાથી છીનવાતી હતી. 

આ આવેદનને આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ કેમ્પસમાં સ્ટેશનરીના વેચાણ માટે મનાઇ ફરમાવી છે તેને ભાવનગર જિલ્લા સ્ટેશનરી એસોસીયેશન આવકારે છે.

આપનો વિશ્વાસુ

ભાવનગર જિલ્લા સ્ટેશનરી  એસોસીયેશનના સૌ સભ્યશ્રીઓ વતી,

(હિરેનભાઇ બારૈયા)

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: