વીરપુર રેલવે સ્ટેશન પર “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ “હેન્ડીક્રાફ્ટ સ્ટોલ” શરૂ.

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વીરપુર સ્ટેશન પર "હેન્ડીક્રાફ્ટ સ્ટોલ" શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ પર સી શેલ પ્રોડક્ટ્સ (Sea Shell Product) નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ઘરોને સજાવવા અને સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ રૂ.1000/-ના ટોકન ભાવે 15 દિવસ માટે આ સ્ટોલ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે, 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજનાને દેશના લગભગ 5000 સ્ટેશનો પર લાગુ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ભાવનગર મંડળના 76 સ્ટેશનોનો સમાવેશ થાય છે. “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇનને સુધારવાનો છે.

        ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર હેન્ડીક્રાફ્ટ સ્ટોલ 03 એપ્રિલ, 2022 થી 15 દિવસ માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ભાવનગર ટર્મિનસ સ્ટેશનના સ્ટોલને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યોજનાને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં લઈને રેલ્વે મંત્રાલયે ભાવનગર ડિવિઝનના 76 સ્ટેશનો સુધી 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજનાનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ યોજના હેઠળ હસ્તકલા, સ્વ-સહાય જૂથો, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન દ્વારા વેચાણ કરી શકાશે. વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વ-સહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવે છે. તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે.

         આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ID કાર્ડ, TRIFED નોંધણી, નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે. આ વિષયમાં વિશેષ માહિતી માટે ડિવિઝનલ રેલ્વે મેનેજર, વાણિજ્ય વિભાગની કચેરી, પહેલો માળ, ભાવનગર પરાનો સોમવાર થી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 06.00 દરમિયાન સંપર્ક કરી શકાશે.

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: